Main Menu

અનામત આંદોલનના સાવજનું લીલીયા-સા.કુંડલામાં આગમન

લીલીયાટાઈમ્‍સ બ્‍યૂરો :
અનામત આંદોલનના હિરો હાર્દિક પટેલ નું આગામી તા.15/4/ર017 ને શનિવારના રોજ લીલીયા અને સાવરકુંડલામાં આગમન થઈ રહ્યૂ  છે.
લીલીયામાં સવારે 9-30 કલાકે લાઠી રોડ વડવાળા હનુમાન મંદિર ચોક ખાતે લોખંડી પુરુષ  સરદાર વલ્‍લભભાઈ પટેલના સ્‍ટેચ્‍યુનું અનાવરણ કરવમાં આવશે ત્‍યાર બાદ સભા સંબોધન કરશે ત્‍યાર બાદ સા.કુંડલા ખાતે પાટીદાર આગેવાનોની ટીમ દ્વારા આવકારવામાં આવશે ત્‍યાર બાદ સાંજે 4 કલાકે જેસર રોડ પર જંગી જાહેરસભાને હાર્દિક પાટેલ સંબોધન કરશે
અત્રે ઉલ્‍લેખની છે કે લીલીયા શહેરમાં હાર્દિકપાટેલના આગમનને લઈને દરેક સમાજમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રવો છે અને તેની સભામાં હજારોની મેદની સ્‍વયમ-ભૂ ઉમટી પાડવાની છે ત્‍યારે પોલીસ  પ્રશાસન અને મામલતદાર કચેરીએ મંજુરી પાણ આપી  દીધી છે.
આવીજ રીતે સા.કુંડલામાં પણ હજારોની મેદની ઉમટી પાડવાની હોય તો તેની તમામ તૈયારી યુવા વર્ગ દ્વારા કરી લેવામાં આવી છે.
અત્રૈ ઉલ્‍લેખનીય છે કે અનામત આંદોલનને લઈને રાજય સરકાર અવઢવમાં છે ત્‍યારે હાર્દિક પટેલની લોક ચાહના પાટીદાર સમાજમાં વધી રહી છે.« (Previous News)Comments are Closed