Main Menu

બચત ખાતામાં SBIએ લઘુતમ બેલેન્સ રૃ.૧૦૦૦થી વધારી રૃ.૫૦૦૦ કર્યુ

– દેશના કરોડો ખાતાધારકોને અસર થશે

– મેટ્રોમાં રૃ. ૫૦૦૦, અન્ય શહેરોમાં રૃ. ૩૦૦૦, અર્ધ શહેરી શાખામાં રૃ. ૨૦૦૦ અને ગ્રામીણ વિસ્તારોમાં રૃ

(પીટીઆઇ) નવી દિલ્હી,
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દેશના છ મેટ્રો શહેરોમાં સેવિંગ ખાતામાં માસિક સરેરાશ બેલેન્સ ૧૦૦૦ રૃપિયાથી વધારી ૫૦૦૦ રૃપિયા કર્યુ છે. એટલે કે મેટ્રો શહેરોમાં એસબીઆઇના સેવિંગ ખાતાધારકોએ ખાતામાં લઘુતમ બેલેન્સ ૫૦૦૦ રૃપિયા રાખવું પડશે.આ ઉપરાંત એસબીઆઇએ લઘુતમ બેલેન્સ ન રાખવા પર વસૂલવામાં આવતા દંડ અને ચેક બુક તથા લોકરની સેવા માટેના ચાર્જમાં પણ વધારો કર્યો છે.
સેવિંગ ખાતામાં લઘુતમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રામીણ શાખાઓના ખાતાધારકો પાસેથી ૨૦ રૃપિયા અને મેટ્રો શહેરના ખાતાધારકો પાસેથી ૧૦૦ રૃપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૩૧ માર્ચ સુધી ચેક બુકની સુવિધા વગર લઘુતમ બેલેન્સ ૫૦૦ રૃપિયા અને ચેક બુકની સુવિધા સાથે લઘુતમ બેલેન્સ ૧૦૦૦ રૃપિયા રાખવું પડતું હતું.
એસબીઆઇ પછી જાહેર ક્ષેત્રની અન્ય બેન્કો પર લઘુતમ બેલેન્સ અને દંડ તથા વિવિધ સુવિધાઓ માટેના ચાર્જમાં વધારો કરે તેવી શક્યતા છે.  દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ ‘મેટ્રો’, ‘અર્બન’, ‘સેમી-અર્બન’ અને ‘રૃરલ’ વિસ્તારો માટે અલગ અલગ લઘુતમ બેલેન્સ રાખ્યું છે.
મેટ્રો શહેરના ખાતાધારકો માટે લઘુતમ બેલેન્સ રૃ. ૫૦૦૦ જ્યારે મેટ્રો શહેરો સિવાયના અન્ય શહેરો માટે લઘુતમ બેલેન્સ ૩૦૦૦ રૃપિયા કરવામાં આવ્યું છે. અર્ધ શહેરી શાખાઓના ખાતેદારો માટે લઘુતમ બેલેન્સ રૃ. ૨૦૦૦ રાખવામાં આવ્યું છે. ગ્રામીણ શાખાઓના ખાતાધારકો લઘુતમ બેલેન્સ ૧૦૦૦ રૃપિયા રાખવું પડશે.
૧ એપ્રિલથી અમલમાં આવનારા આ નવા દરો સુરભિ, બેઝિક સેવિંગ બેંક અને પીએમ જન ધન ખાતાઓને લાગુ પડશે નહીં. એક વર્ષમાં ૧૨થી વધુ વખત લોકરનો ઉપયોગ કરવામાં આવશે તો દરેક ઉપયોગ દીઠ ૧૦૦ રૃપિયા ચાર્જ અને સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે.
ચાલુ ખાતામાં વર્ષમાં ૫૦ ચેક મફતમાં આપવામાં આવશે જ્યારે તેના પછી પ્રત્યેક ચેક દીઠ ત્રણ રૃપિયા વસૂલવામાં આવશે. એસબીઆઇમાં હવે સેવિંગ ખાતું ખોલાવવા માટે પણ ૨૦ રૃપિયા ચાર્જ ચૂકવવો પડશે.
જો એસબીઆઇના ખાતામાં ૨૫,૦૦૦ રૃપિયા બેલેન્સ રાખવામાં આવશે તો એટીએમના ગમે તેટલા ટ્રાન્ઝેકશન ફ્રીમાં કરી શકાશે. જો ૨૫,૦૦૦થી ઓછું બેલેન્સ હશે તો એક મહિનામાં પાંચ જ ટ્રાન્ઝેકશન મફતમાં કરી શકાશે.
લોનધારકોના હપ્તાની રકમમાં ઘટાડો થશે
એસબીઆઇએ ધિરાણ દર ૦.૧૫ ટકા ઘટાડી ૯.૧૦ કર્યો
બેઝ રેટ પણ ૦.૦૫ ટકા ઘટાડી ૯.૨૫ ટકા કરાયો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિની સમીક્ષા અગાઉ દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ(ધિરાણ દર) ૦.૧૫ ટકા ઘટાડી ૯.૧૦ ટકા કર્યો છે. આ નિર્ણયને કારણે લોનધારકોના માસિક હપ્તાની રકમમાં ઘટાડો થશે.  એસબીઆઇએ બેઝ રેટ પણ  ૦.૦૫ ટકા ઘટાડી ૯.૨૫ ટકા કર્યો છે. આવી જ રીતે બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ(બીપીએલઆર) પણ ૧૪ ટકાથી ઘટાડી ૧૩.૮૫ ટકા કરવામાં આવ્યો છે.
બેંક દ્વારા દરોમાં કરવામાં આવેલા આ ઘટાડાથી હાઉસિંગ અને કાર લોન લેનારા ગ્રાહકોની લોનના હપ્તામાં ૦.૧૫ ટકાનો ઘટાડો થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે પોતાની સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંક સાથે મર્જર થયા પછી એસબીઆઇ ટોચની ૫૦ બેંકોમાં સામેલ થઇ ગઇ છે.

 






Comments are Closed