Main Menu

મહુવા-બાંન્‍દ્રા ટે્નને લીલીયા-દામનગરમાં સ્‍ટોપ આપો : મયુરભાઈ આસોદરીયા


મહુવા થી લાંબા અંતરની પેસેન્‍જર ટ્રેન લાવવામાં જેઓનો મહત્‍વનો ફાળો છે તેવા કોંગ્રેસ જીલ્‍લા પંચાયત સદસ્‍ય મયુરભાઈ આસોદરીયા દ્વારા લીલીયા-દામનગર ને સ્‍ટોપ આપવાની માંગ કરાઈ

લીલીયાટાઈમ્‍સ બ્‍યુરો,
અમરેલી જિલ્‍લાની વર્ષો જુની રેલ્‍વે અંગેની માંગણી થોડાક અંશે પૂર્ણ થઈ રહી છે. અને આવતી કાલ તા.3ના રોજ મહુવા થી બ્રાન્‍દ્રા અર્ધસાપ્‍તાહિક ટ્રેનને લીલીઝંડી મળશે.
મહુવા- રૂટ પર લાંબા અંતરની પસેન્‍જર ટ્રેન મળે તે માટે સ્‍વ.ખોડીદાસભાઈ ઠકકરની આગેવાનીમાં અનેક આંદોલનો થયા તેમના ગયા બાદ આ કાર્ય જાણે થંભી ગયુ હોય ત્‍યારે સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના નેજા હેઠળ રેલ્‍વેની વિવિધ માંગણીઓ શરૂ થઈ.
જયારે દામનગર ખાતે જિલ્‍લા પંચાયતના સકિ્ય સભ્‍ય મયુરભાઈ આસોદરીયાએ ઉગ્ર આંદોલન કરી અને રેલ્‍વેના અધિકારીઓને આવેદન પત્ર પાઠવ્‍યુ બાદમાં લીલીયા રેલ્‍વે સ્‍ટેશને આંદોલન કરતી વખતે તેમની અટકાયત કરી અને કસ્‍ટડીમાં પણ ધકેલાયા છતા તેઓએ આ લડત અધુરી ન મુકતા સતત રેલ્‍વે સાથે પત્ર વ્‍યવ્‍હાર ચાલુ રાખ્‍યો. અંતે રેલ્‍વેના અધિકારીઓ અને અમરેલીના રાજકીય અગ્રણીઓની સતત રજુઆતના પગલે
મહુવા – બાન્‍દ્ર અર્ધ સાપ્‍તાહિક ટ્રેનને મંજુરી મળી હતી.
આઅંગે કોંગ્રેસ અગ્રણી મયુરભાઈ આસોદરીયાએ લીલીયાટાઈમ્‍સ ને જણાવ્‍યુ કે અમરેલી થી અતિ નજીક લીલીયા અને દામનગર પડે અને આ સીટીમાંથી હજારો ઉદ્યોગપતિઓ,ધંધાર્થીઓ,રત્‍નકલાકારો સુરત-મુંબઈ અમદાવાદ સહિતના શહેરોમાં મુસાફરી કરે છે. ત્‍યારે આ બે સેન્‍ટરને રેલ્‍વે સ્‍ટોપ મળવો જ જોઈએ તેવી માંગ મયુરભાઈ આંસોદરીયા દ્વારા કરવામાં આવી હતી.
તેમણે જયારે દામનગરમાં રેલ્‍વે આંદોલન કર્યુ ત્‍યારે તેમની સાથે માજીધારાસભ્‍ય ઠાકરશીભાઈ મેતલીયા,તાલુકા પંચાયત ઉપ.પ્રમુખ જનકભાઈ તળાવીયા,આંબાભાઈ કાકડીયા,નરેશભાઈ અઘ્‍યારૂ,રામજીભાઈ ઈસામલીયા સહિતના આગેવાનો જોડાયા હતા.


Comments are Closed