Main Menu

સ્‍વ.ખોડીદાસભાઈ ઠકકરનું સ્‍વપ્‍ન મહદ અંશે પૂર્ણ આવતી કાલે મહુવા-બાન્‍દ્રા અર્ધ સાપ્‍તાહિક ટ્રેનનો પ્રારંભ

 

લીલીયાટાઈમ્‍સ (બ્‍યુરો),
માજી ધારાસભ્‍ય અને આ વિસ્‍તારના આધાર સ્‍તંભ એવા માજી ધારાસભ્‍ય સ્‍વ.ખોડીદાસભાઈ ઠકકર આજે હૈયાત હોત તો તેઓ કદાચ સૌથી વધુ ખુશ થયા હોત મહુવા થી લાંબા અંતરની પેસેન્‍જર ટ્રેનની તેઓની વર્ષો જુની માંગ પૂર્ણ થઈ રહી છે. અને આવતી કાલે તા.3 ના રોજ મહુવા-બાંન્‍દ્રા ટ્રેનને લીલીઝંડી મળવાની છે.
લાંબા અંતરની પેસેન્‍જર ટ્રેન માટે વર્ષો થી સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદ તથા કોંગ્રેસના આગેવાનો મયુરભાઈ આસોદરીયા,જનકભાઈ તળાવીયા,નિરવ મસરાણી સહિતના લોકો આંદોલનો કરતા હતા અને લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ કાકડીયાએ પણ આ અંગે સાંસદની આગેવાનીમાં રેલ્‍વે મંત્રી સુરેશપ્રભુને રજુઆત કરી હતી અને તે ફળી છે.
આગામી તા.3 એપ્રિલ ના રોજ બપોરે 3 કલાકે મહુવા રેલ્‍વે સ્‍ટેશન પરથી મહુવા – બાંદ્રા ટ્રેનને રેલ્‍વે મંત્રી સુરેશ પ્રભુજી – દિલ્‍હી મુકામેથી વિડીયોના માઘ્‍યમથી તથા મહુવા રેલ્‍વે સ્‍ટેશનેથી અમરેલીનાસાંસદ તરીકેના તેમના સમગ્ર કાર્યકાળ દરમ્‍યાન ફકત અમરેલી સંસદીય વિસ્‍તાર જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્‍ટ્ર રેલ્‍વેના પ્રશ્‍નોની ઉચ્‍ચકક્ષાએ અવિરત રજુઆતો કરી સફળતા મેળવનાર સાંસદ નારણભાઈ કાછડીયા નવી શરૂ થનાર ટ્રેનને પ્રસ્‍થાન કરાવી આ ટ્રેનમાં સાંસદની સાથે જ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, સંસદિય સચિવ હીરાભાઈ સોલંકી, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, ધારાસભ્‍ય, બાવકુભાઈ ઉંઘાડ, પુર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, અને કાર્યકરો સાથે 4 કલાકે રાજુલ થઈ 4:40 કલાકે સાવરકુંડલા રેલ્‍વે સ્‍ટેશને પહોંચશે.
સૌરાષ્‍ટ્ર માટે અતિ મહત્‍વની રેલ્‍વે સુવિધા પ્રાપ્‍ત થતા આ વિસ્‍તારમાં ઉત્‍સાહ અને આનંદની લાગણી પ્રવર્તિ રહી છે. અને મહુવાથી ઉપડતી આ ટ્રેન જયારે રાજુલા તથા સાવરકુંડલા મુકામે રેલ્‍વે સ્‍ટેશને પહોંચશે. ત્‍યારે ભાજપના આગેવાનો, કાર્યકરો, વેપારીઓ અને સંસ્‍થાઓ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરાશે.
નવી શરૂ થતી મહુવા – બાંદ્રા ટ્રેનમાં અતિ આધુનિક અને સંપુર્ણ સુવિધા યુકત 16 કોચની સુવિધા સાથે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના મતક્ષેત્ર વારાણસીમાં હાલ કાર્યરત ટ્રેન જેવી જ નવી ટ્રેનનો લાભ લોકોને મળશે.
હાલના તબક્કે પ્રાયોગીક ધોરણે ચાલુ કરાયેલ ટ્રેન દર સપ્‍તાહે મંગળવારે તથા શનિવારે મહુવાથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે.તેમજ જુની ચાલતી મહુવા-સુરત અઠવાડિક ટ્રેન પણ ચાલુ રાખવામાં આવેલ છે. આમ દર સપ્‍તાહે ત્રણ ટ્રેનની સુવિધા પ્રાપ્‍ત થઈ છે. આ સુવિધા ભવિષ્‍યમાં ટ્રેનને મળતા ટ્રાફિક અને આવકને ઘ્‍યાનમાં રાખી દૈનિક સુવિધા પ્રાપ્‍ત થાય તેવા સંજોગો છે. હાલમાં અમરેલી સંસદીય વિસ્‍તારમાંથી અંદાજે પ0 કરતા વધુ પ્રાઈવેટ લકઝરી બસોમાં ટ્રાવેલ્‍સ સંચાલકોને મનસ્‍વી ભાડા ચુકવી મુસાફરી કરતા પ્રાવાસીઓએ આ નવી શરૂ થનાર ટ્રેનમાં વધુમાં વધુ પ્રવાસ કરી અને રેલ્‍વે સેવાનો મહતમ ઉપયોગ કરવા સાંસદએ અનુરોધ કરેલ છે. જેથી આ ટ્રેન સુવિધાનો લાભ દૈનિક મળી રહે. વિશેષમાં રેલ્‍વે તંત્ર દ્વારા આ ટ્રેનને આપવામાં આવેલ સ્‍ટોપ ઉપરાંત અમરેલી તથા લીલીયા વિસ્‍તારના પ્રવાસીઓને ટ્રેન સુવિધાનો લાભ મળે તે માટે લીલીયા રેલ્‍વે સ્‍ટેશને પણ સ્‍ટોપ મળે તે માટે સાંસદએ રજુઆત કરેલ છે. અને તે અંગે રેલ્‍વે તંત્ર સત્‍વરે સકારાત્‍મક નિર્ણય આપશે તેવું જાણવામાં મળેલ છે.« (Previous News)Comments are Closed